ઉપરાષ્ટ્રપતિ વિરુદ્ધ અવિશ્વાસ દરખાસ્ની નોટિસ ફગાવાઈ
ઉપરાષ્ટ્રપતિ વિરુદ્ધ અવિશ્વાસ દરખાસ્ની નોટિસ ફગાવાઈ
Blog Article
ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ઘનખડ વિરુદ્ધ વિપક્ષે આપેલી અવિશ્વાસની દરખાસ્તની નોટિસને ઉપાધ્યક્ષ હરિવંશે ગુરુવારે ફગાવી દીધી હતી. અગાઉ કોંગ્રેસ સહિતના વિરોધ પક્ષોએ રાજ્યસભાના અધ્યક્ષ સામે ભેદભાદ કરવાનો આક્ષેપ કરીને આ નોટિસ આપી હતી.
અવિશ્વાસ દરખાસ્તની નોટિસ ફગાવતા ત્રણ પેજના નિર્ણયમાં ઉપાધ્યક્ષે જણાવ્યું હતું કે,અવિશ્વાસની દરખાસ્તની નોટિસ ઓછામાં ઓછી 14 દિવસ અગાઉ આપવાની હોય છે. જેનું પાલન આ કિસ્સામાં કરાયું નથી. આ નોટિસ દેશની બંધારણીય સંસ્થાઓનું અપમાન કરવા અને ઉપરાષ્ટ્રપતિની છબિ ખરડવાના ષડયંત્રનો ભાગ છે. નોટિસમાં ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડનું નામ પણ યોગ્ય રીતે લખાયું નથી. ઉપરાષ્ટ્રપતિને પદ પરથી દૂર કરવાના અવિશ્વાસના પ્રસ્તાવ પર વિપક્ષના આશરે 60 સાંસદોએ હસ્તાક્ષર કર્યાં હતાં. જોકે તેના પર કોંગ્રેસ કોઇ અગ્રણી નેતાઓ હસ્તાક્ષર કર્યા ન હતા.